“નંદ ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી”
વ્હાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો.
પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ ચૂકી છે, શ્રાવણ માસ એટલે તહેવારોની મોસમ.
અંગ્રેજો ની ગુલામી માં થી મુક્ત થયા એ ૧૫ મી ઓગસ્ટ નો દિવસ એટલે ભારત નો સ્વાતંત્ર્ય દિવસ , ભાઈ બહેનના અતુટ પ્રેમનો પ્રતિક એવો રક્ષાબંધન નો તહેવાર તથા કામણગારા કાનુડાનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી.
ગુજરાતી પરીવાર વૈકાટો દ્વારા નટખટ કાનુડા નો જન્મોત્સવ તથા ભારતના ૭૫ મા સ્વતંત્રતા દીવસ ની ઉજવણી તારીખ 20 ઓગસ્ટ 2022 ના રોજ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં આપના ભુલકાઓ ને નટખટ કાનુડા તથા આઝાદી ના લડવૈયા સ્વતંત્રતા સેનાનીઓ ની વેશભૂષામાં તૈયાર કરી ને લાવશો એવો સૌ સમિતિના સભ્યો નો આગ્રહ છે.
આ કાર્યક્રમમાં મટકી ફોડ, નૃત્ય તથા ભક્તિ સંગીત ના આનંદનો લાભ લેવા ગુજરાતી પરીવાર વૈકાટો ની સમિતિના સભ્યો આપ સહુ ને આવકારે છે. કાર્યક્રમ ના અંતે આપ સહુ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $૪૦/કુટુંબ છે. આપ સહુ આપની સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે.
ઉચ્ચ શિક્ષણ માટે આવેલ વિધ્યાર્થીઓ માટે સભ્ય ફી $૧૫/વ્યક્તિ રાખવામાં આવેલ છે.