રક્તદાન એ જ મહાદાન , રક્તદાન શિબિર ૨૦૨૧

વ્હાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો.

તહેવારોની ની મોસમમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરીવાર આયોજીત કાનુડા નો જન્મદિવસ જન્માષ્ટમી તથા વિધ્નહર્તા ગણેશજી ના ગણેશોત્સવ ની ઉજવણી કોરોનાની મહામારીના ગ્રહણ ને કારણે રદ કરવી પડી એ આપ સહુ જાણો છે.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજરાતી પરીવાર વૈકાટો ના પ્રમુખશ્રી મનિષભાઈ ઠક્કર જે ગત ૫ વર્ષમાં ૭૫ વખત રકતદાન કરી ચુક્યા છે. તેઓ અવારનવાર અન્ય મિત્રો ને પણ રક્તદાન આપવા માટે પ્રોત્સાહન આપતા રહે છે.

તેઓ ની પ્રેરણાથી પ્રેરાઇને અને કોઈક ને મદદરૂપ થઈ કોઈ વ્યક્તિ ને નવજીવન મળે તેવી સદભાવના થી ગુજરાતી પરીવાર વૈકાટો ની સમિતિ વ્દારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ છે.

  • તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૧.
  • સમય : સવારે ૧૦ થી – બપોરના ૧૨:૩૦ સુધી.
  • સરનામું : ૨૧, Ohaupo Road, Hamilton.

જે મિત્રો ને રક્તદાન કરવા ની ઈચ્છા હોય તેઓ સંસ્થા ના મંત્રી Adipbhai Desai નો સંપર્ક કરી તથા નીછે આપેલ ઓનલાઇન ફોર્મ ધ્વારા આપનુ નામ નોંધાવી શકો છૉ.

forms.gle/5MHxBFZNGV68awFeA