ગુજરાતી પરીવાર વૈકાટો ના સર્વ સભ્યો ને જણાવતા આનંદ થાય છે કે સંસ્થા ની વાર્ષિક સાધારણ સભા તારીખ ૨૯ મે ૨૦૨૧ શનિવાર ના રોજ સાંજે ૫ વાગ્યા થી ૮ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
આ વાર્ષિક સાધારણ સભા માં ગત વર્ષ ના હિસાબ-કિતાબ તથા સંસ્થા ની પ્રગતિ નો અહેવાલ રજુ કરવા માં આવશે. આ ઉપરાંત સંસ્થા ના આગામી વર્ષ ના હોદ્દેદારો તથા સમિતિના સભ્યો ની નિમંણુક કરવામાં આવશે.
સંસ્થા ના કોઈ પણ સભ્ય ને સંસ્થા ના હોદ્દેદાર તથા સમિતિના સભ્ય તરીકે સંસ્થા ને સેવા આપવાની ઈચ્છા હોય તો આપ મનિષભાઈ ઠક્કર તથા જીગ્નેશ પટેલ નો વહેલા માં વહેલી તકે સંપર્ક કરી શકો છે.
સંસ્થા ના હિત માં આપ સહુ સભ્યો તરફ થી સલાહ સુચન આવકાર્ય છે.
આપ સર્વ સભ્યો ને હાજર રહેવા નમ્ર વિનંતી છે.
મિત્રો આ વખતે આપ સહુના મનોરંજન માટે Karoake singing રાખવામાં આવેલ છે. પરીવાર ના જે સભ્યો ને ગીત-સંગીત મા રૂચી હોય તેવા મિત્રો માટે પોતાની પ્રતિભા નીખારવાની એક તક છે.
મિત્રો સમયની મર્યાદા ને કારણે વહેલા તે પહેલા ના ધોરણે ફકત ૧૦ જણ ને તક આપી શકાય તેમ છે. જો આપ Karoake singing મા ભાગ લેવા માગતા હોય તો મનિષભાઈ ઠક્કર તથા જીગ્નેશ પટેલ નો વહેલા માં વહેલી તકે સંપર્ક કરી શકો છે.
મિત્રો કાર્યક્રમ ના અંતે આપણે પરીવાર ના સહુ સભ્યો સાથે બેસીને જમીએ એટલા માટે આપ સહુના માટે સ્વાદીષ્ટ ગરમાગરમ Pav bhaji પીરસવામાં આવશે.
તો મિત્રો રાત્રી ભોજન ની ચિંતા કર્યા વિના આપ સહુ સહકુટુંબ આ સાધારણ સભામાં હાજરી આપો એવો ગુજરાતી પરીવાર વૈકાટો ની સમિતિ નો આગ્રહ છે.
સ્થળ : Peachgrove Intermediate School 72 Peachgrove Road Hamilton. સમય: સાંજે ૫ વાગ્યા થી ૮ વાગ્યા સુધી
તારીખ : ૨૯ મે ૨૦૨૧ શનિવાર