=== Event Cancelled ===

 

“નંદ ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી”
વ્હાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે.શ્રાવણ મહિનો એટલે તહેવારોની મોસમ.
અંગ્રેજો ની ગુલામી માં થી મુક્ત થયા એ ૧૫ મી ઓગસ્ટ નો દિવસ એટલે ભારત નો સ્વાતંત્ર્ય દિવસ , ભાઈ બહેનના અતુટ પ્રેમનો પ્રતિક એવો રક્ષાબંધન નો તહેવાર તથા કામણગારા કાનુડાનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી.
મિત્રો કોરોના ની મહામારી ને લીધે દેશ વિદેશમાં તહેવારોની ઊજવણી મોકૂફ રાખવા માં આવી છે. પરંતુ આપણા સૌના અહોભાગ્ય છે કે અહીં એવો કોઇ પ્રતિબંધ નથી.
ગુજરાતી પરીવાર વૈકાટો ધ્વારા કૃષ્ણ જન્મૉત્સવ ની ઊજવણી રાખવા માં આવેલ છે.
ગુજરાતી પરીવાર વૈકાટો ના સવૅ સભ્યો ને આ પ્રસંગે પધારવા નમ્ર વિનંતી છે. આ કાર્યક્રમ માં મટકી ફોડ, કૃષ્ણ ભક્તિ ને લગતા ભજનો તથા પરિવારના યુવા વૃંદ દ્વારા નૃત્ય રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જે કોઈ ભાઈ ,બહેન તથા બાળકો ને નટખટ કનૈયા ને લગતું કોઈ નૃત્ય રજુ કરવાની ઈચ્છા હોય તો આપ સંસ્થા ના મંત્રી Adipbhai Desai-0275542188 નો તારીખ ૧૯/૦૮/૨૧ સુધી સંપર્ક કરી શકો છે.
સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $30/કુટુંબ છે. આપ સહુ આપની સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે .
ઉચ્ચ શિક્ષણ માટે આવેલ વિધ્યાર્થીઓ માટે સભ્ય ફી $૧૦/વ્યક્તિ રાખવામાં આવેલ છે.
આ સભ્ય ફી સંસ્થાના હિસાબ વર્ષ 1/04/2021થી 31/03/2022સુધી માન્ય રહેશે.
હેમિલ્ટન માં જો કોઈ નવા ગુજરાતી મિત્રો આવ્યા હોય તો તેમને પણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમ થી માહિતગાર કરવા વિનંતી છે.
કામણગારા કાનુડાના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે આપ સહુ માટે મહાપ્રસાદ પણ ઉપલબ્ધ રહેશે
સ્થળ – પીચગૃવ ઈન્ટરમીડીયેટ શાળા(Peachgroov Intermediate School)
તારીખ-૫ સપ્ટેમ્બર ૨૦૨૧
સમય- સાંજે ૬:૩૦વાગ્યા થી.